એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી

Agriculture University Recruitment 2024: નમસ્કાર મિત્રો, ચૌધરી ચરણસિંહ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં 25 પ્રકારના જુદા જુદા કુલ 382 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને આ ભરતીમાં ઉમેદવારની પસંદગી આઈ.ટી.આઈમા પ્રાપ્ત કરેલ આંકડાના આધારે કરવામાં આવશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

આ પોસ્ટ પણ વાંચો:   Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં ભરતી

સંસ્થાનું નામAgriculture University
પોસ્ટવિવિધ
અરજી કરવાની શરૂઆત29 જાન્યુઆરી 2024
વય મર્યાદાન્યૂનતમ ઉમર 18 વર્ષ
ઓફિસિયલ વેબસાઈટhttps://www.apprenticeshipindia.gov.in/

શૈક્ષણિક લાયકાત

એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે દસમા ધોરણ પાસ કર્યું હોય અથવા તો તેના સંબંધિત વિષયમાં આઈટીઆઈ કરેલું હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 42 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 1 જાન્યુઆરી 2020 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની તેમજ ઈડબલ્યુએસ,એસસી,એસટી વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષની વય મર્યાદા ની છૂટ આપવામાં આવશે.

અરજી ફી

એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જાહેર થયેલ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી આ ભરતીમાં તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે.

એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશનની pdf મળશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યા સુધી છે. આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને આ સમય પછી જો કોઈ ઉમેદવાર અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment