જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.

Personal loan cibil score: નમસ્કાર મિત્રો, અત્યારના મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિના ખર્ચા વધી ગયા છે. અને તેની સાથે તેની માસિક આવક એટલી હોતી નથી કે તે પોતાનું ઘર ચલાવી શકે. અને જ્યારે કોઈ તેવા વ્યક્તિને વધારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા કે કોઈ અન્ય સંસ્થા દ્વારા પર્સનલ લોન લેતો હોય છે. પરંતુ તે વખતે તેના મનમાં એ વિચાર આવે છે કે તેને પર્સનલ લોન મળશે કે નહીં. કારણ કે કોઈપણ બેંક તેના ગ્રાહકને તેના સિબિલ સ્કોર ના આધારે પર્સનલ લોન આપે છે. જો તે નાગરિકનો સિબિલ સ્કોર સારો હશે તો તેને બેંક દ્વારા લોન મળી શકે છે. અને તેનો સીબીલ સ્કોર સારો હશે તો તેને ઓછા વ્યાજ દર પર્સનલ લોન સરળતાથી મળી શકે છે પરંતુ જો સિબિલ સ્કોર ખરાબ હશે તો તેને પોતાની લોન પર વધારે વ્યાજ દર ચૂકવવું પડશે.

આ બાબત પર આધાર રાખે છે સિબિલ સ્કોર

તમારો સીબીએલ સ્કોર 30 % સુધી એ બાબત પર આધાર રાખે છે કે તમે સમયસર લીધેલ લોનની ચુકવણી કરો છો કે નહીં. જેમાં 25% સુધી સિકયોર્ડ અથવા અનસિકયોર્ડ લોન પર આધાર રાખે છે 25% ક્રેડિટ એક્સપોઝર પર આધાર રાખે છે અને તેના 20% તમે લીધેલ લોન ના વપરાશ પર આધાર રાખે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of India Personal Loan: બેન્ક ઓફ ઈન્ડિયા થી મેળવો 25 લાખ સુધીની લોન

કેટલો સિબિલ સ્કોર સારો ગણાય ?

તમને જણાવી દઈએ કે સિબિલ સ્કોર એ 300 થી 900 વચ્ચે હોય છે. જો તમારો સિબિલ સ્કોર 750 અથવા તો તેનાથી વધારે છે તો બેંક દ્વારા તમને સરળતા થી ઓછા વ્યાજ દર પર લોન મળી જાય છે. તમારો જેટલો સીબીલ સ્કોર સારો હશે તમને એટલી સરળતાથી લોન મળી જશે. તમારો સિબિલ સ્કોર 24 મહિનાની ક્રેડિટ હિસ્ટ્રી ના આધારે બનાવવામાં આવે છે. આપણા ભારતમાં સિબિલ સ્કોર આપવાની એક એજન્સી છે જેનું નામ છે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ જે નાગરિકને ક્રેડિટ સ્કોર આપે છે. આ એજન્સી તમારી માહિતી લઈને સીબીલ સ્કોર બતાવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન

આ કારણે ખરાબ થાય છે સિબિલ સ્કોર

જો તમે બેંકમાં કોઈપણ પ્રકારની લોન લીધેલી છે પરંતુ હવે તેની સમયસર ચુકવણી કરતા નથી તો આવા સમયમાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે અથવા તો નીચે જઈ શકે છે. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને હવે સમયસર તમે તેના બિલને ચૂકવણી કરતા નથી અને તેનો વધારે ઉપયોગ કરો છો તો તેની અસર તમારા સિબિલ સ્કોર પર થશે. જો તમે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જણાવતા નથી અને જ્યારે તેમાં માઇનસમાં બેલેન્સ જાય છે ત્યારે પણ તમારો સિબિલ સ્કોર ખરાબ થાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   ગૂગલ પે દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. Google Pay લોન કેવી રીતે લેવી જાણો ? સંપૂર્ણ માહિતી

સીબીલ સ્કોર સારો કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ સિબિલ સ્કોર ની વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને હોમપેજ પર get your free CIBIL score ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમારું નામ ઇમેલ આઇડી દાખલ કરી પાસવર્ડ મેળવો.
  • હવે તેના પછી માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જ્યારે આ તમામ પ્રક્રિયા થઈ જાય તો તેના પછી Accept and continue બટન પર ક્લિક કરો.
  • તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેને અહીં દાખલ કરી કંટીન્યુ કરો.
  • તમને એક મેસેજ આવશે તે મેળવીને હવે ફરીથી વેબસાઈટના ડેશબોર્ડ પર જાઓ.
  • અહીં નવા પેજ પર તમને તમારો સિબિલ સ્કોર જોવા મળશે.

Leave a Comment