Ahmedabad Milk Union Recruitment: અમદાવાદ દૂધ મંડળીમાં પરીક્ષા વગર સીધી ભરતી

Ahmedabad Milk Union Recruitment: અમદાવાદ જિલ્લા દૂધ મંડળીમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Ahmedabad District Co Op Milk Producer Union Ltd Recruitment

સંસ્થાઅમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ05 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.supremeagro.com/

પોસ્ટનું નામ:

અમદાવાદ જિલ્લા દૂધ મંડળી દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગ સેવા અને સહકારી સેવાઓ બાબતે સમજાવી શકે તેવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

મિત્રો, આ ભરતીમાં ખાલી જગ્યા કેટલી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી પરંતુ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલતી હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

શેક્ષણિક લાયકાત:

દૂધ મંડળીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા સ્નાતક (ગ્રેજ્યુએટ) માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:  SSC GD Constable Recruitment 2025: Online Application Begins for 25,487 Vacancies

પગારધોરણ:

અમદાવાદ જિલ્લા દૂધ મંડળીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંઘ દ્વારા તમને માસિક રૂપિયા પગાર રૂપિયા 15,000 તથા બીજા 5,000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ તરીકે ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવાર નોકરી પર લાગ્યા બાદ તેમનામાં વિશિષ્ટ કાર્યક્ષતામાં તથા સારી કામગીરી જોવા મળે તો તેમને સંસ્થામાં નોકરી આપવાનું વિચારવામાં આવશે.

વયમર્યાદા:

અમદાવાદ ડીસ્ટ્રીકટ મિલ્ક યુનિયનની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ જરૂરી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • વાહન સંબંધિત ડોક્યુમેન્ટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:  Nutan Gram Vidhyapith Bharuch Recruitment 2025 – Apply Now for High Salary Govt Job in Gujarat

પસંદગી પ્રક્રિયા:

દૂધ મંડળી ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

દૂધ મંડળી ની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 31 જાન્યુઆરી 2024 થી લઈ 05 ફેબ્રુઆરી 2024 સુધી (રવિવાર સિવાય) દરરોજ બપોરે 02:00 કલાક થી 4:00 કલાક સુધી છે. તથા ઇન્ટરવ્યુનું સ્થળ – અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. “ઉત્તમ ડેરી” હૈ.: રામદેવપીર મંદિની સામે, એન.એમ,પડાલીયા ફાર્મસી કોલેજની બાજુમાં, સરખેજ – બાવળા હાઈવે રોડ, મુ. નવાપુરા, તા.સાણંદ, જી. અમદાવાદ-382210 છે.

જરૂરી તારીખો:

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 29 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment