GPSC Calendar 2024: ગુજરાત જાહેર સેવા આયોગનું વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર

GPSC Calendar 2024: ગુજરાત જાહેર સેવા આયોગનું વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GPSC Calendar 2024

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
વર્ષ2024
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ-2 તથા વર્ગ-3 ના વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે જેમાં મદદનીશ નિયામક, રાજ્ય વેરા નિરીક્ષક, બાગાયત અધિકારી, મદદનીશ ઈજનેર વગેરે પદોનો સમાવેશ થાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   BIS Recruitment 2024: ભારતીય માનક બ્યુરોમાં 107+ જગ્યાઓ પર સીધી ભરતી

ખાલી જગ્યા:

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આખા વર્ષ દરમ્યાન 1625 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

મિત્રો, આ ભરતીમાં મોટા ભાગના પદો માટે શેક્ષણિક લાયકાત સ્નાતક હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

પગારધોરણ:

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટપગારધોરણ
વર્ગ-1રૂપિયા 56,100 થી 1,77,500
વર્ગ-2રૂપિયા 44,900 થી 1,42,400
વર્ગ-3રૂપિયા 29,200 થી 92,300

વયમર્યાદા:

GPSC આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   SSC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 10 પાસ તથા અન્ય માટે 2049+ જગ્યાઓ પર ભરતી

પસંદગી પ્રક્રિયા:

GPSC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેન)
  • ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી?

GPSCની આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ છે.

જરૂરી તારીખો:

ગુજરાત જાહેર સેવા આયોગનું વર્ષ 2024 જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર સુધીનું ભરતી કેલેન્ડર 31 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આખા વર્ષ દરમ્યાન કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે, કેટલી ખાલી જગ્યા હશે, ભરતીની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવશે, પરીક્ષા ક્યારે લેવામાં આવશે જેવી સંપૂર્ણ માહિતી આ ભરતી કેલેન્ડરમાં આપવામાં આવી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment