Ayushman Bharat Yojana: 5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી

Ayushman Bharat Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજના | Ayushman Bharat Yojana

યોજના નું નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY
વિભાગનેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવી?સપ્ટેમ્બર ૨૦૧૮
લાભાર્થીભારતીય નાગરિક
મુખ્ય ફાયદાયુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 5 લાખ સુધી વીમો
યોજનાનો ઉદ્દેશજરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર14555/1800111565
આયુષ્માન ભારત યોજના વેબસાઇટpmjay.gov.in

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે.  તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે.  તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે.  આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા,બસ આ રીતે ઉમેરો નામ

આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું? (Ayushman Bharat Yojana Registration In Gujarati)

PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજના (માં યોજના) નો ભાગ છે.  જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું તે નીચે મુજબ જણાવેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક,પગારધોરણ રૂ.15000

STEP 1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login

STEP 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો.

STEP 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો

STEP 4 : સર્ચ કર્યા બાદ પરિણામોના આધારે, તમે ચેક કરી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહીં.

આ પોસ્ટ પણ વાંચો:   તબેલા લોન યોજના 2024 : તબેલો બનાવવા માટે સરકાર દ્વારા અપાઇ છે 4 લાખની લોન, જાણો વધુ માહિતી

STEP 5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.

વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.

જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો. અથવા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ આયુષમાન કાર્ડ બનાવી શકો છો. જેનો વિડીયો અમે નીચે આપેલ છે તમે ચેક કરી શકો છો.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ (Required Documents For Ayushman Card – PMJAY Card)

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

આયુષ્માન કાર્ડ ના ફાયદા (Benefits Of Ayushman Card)

  • યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
  • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
  • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
  • આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે.

Leave a Comment