IPL 2024ને લઈ મોટા સમાચાર: આ તારીખથી શરુ થશે 17મી સીઝન, ભારતમાં જ રમાશે તમામ મેચ

લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત આગામી મહિનાની શરુઆતમાં થવાની આશા છે. ધૂમલે કહ્યું કે, અમે ટૂર્નામેન્ટની શરુઆત 22 માર્ચથી કરવાની આશા રાખી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને અમે પહેલા શરુઆતી શિડ્યૂલ જાહેર કરીશું. આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજીત થશે.

Skill India Digital Free Certificate 2024 । સ્કીલ ઈન્ડિયા ડિજિટલ મિશન હેઠળ મફત તાલીમનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તે જુઓ

IPL 2024: આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી થશે. આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે મંગળવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને તેની પુષ્ટિ કરી છે. લોકસભા ચૂંટણી હોવા છતાં આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે. ચૂંટણી એપ્રિલ અને મેમાં થવાની આશા છે અને આ જ મુખ્ય કારણ છે કે આઈપીએલની 17મી સિઝનનું શિડ્યૂલને હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ધૂમલે કહ્યું કે, શરુઆતમાં ફક્ત 15 દિવસનું શિડ્યૂલ જાહેર કરવામાં આવશે. બાકીની મેચની યાદી સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નક્કી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   GPSC DYSO Mains Exam Date and Document Upload Notification 2024: GPSC DYSO મુખ્ય પરીક્ષાની તારીખ અને દસ્તાવેજ અપલોડ સૂચના જાહેર

SBI personal loan in 10 minutes: એસબીઆઇ બેન્ક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા 5 લાખ સુધીની પર્સનલ લોન

લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત આગામી મહિનાની શરુઆતમાં થવાની આશા છે. ધૂમલે કહ્યું કે, અમે ટૂર્નામેન્ટની શરુઆત 22 માર્ચથી કરવાની આશા રાખી રહ્યા છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને અમે પહેલા શરુઆતી શિડ્યૂલ જાહેર કરીશું. આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજીત થશે.

આ પોસ્ટ પણ વાંચો:   હિમાચલ-ઉત્તરાખંડ પૂરતું, આ વખતે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશનની મુલાકાત લો

ફક્ત 2009માં આઈપીએલની આખી મેચો વિદેશમાં (દક્ષિણ આફ્રિકામાં) રમાઈ હતી. જ્યારે 2014માં લોકસભા ચૂંટણીના કારણે યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં લોકસભા ચૂંટણી છતાં ભારતમાં ટૂર્નામેન્ટ આયોજીત થઈ હતી. આ જોતા ટી 20 વિશ્વ કપ આઈપીએલને ખતમ થવાના થોડા દિવસ બાદ જ શરુ થઈ જશે, ફાઈનલ 26 મેના રોજ થવાની આશા છે.

આ પોસ્ટ પણ વાંચો:   How To Apply For A Driving License Online: ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી? સ્ટેપ બાય સ્ટેપ્સ માહિતી

2024 સીઝન માટે ખેલાડીઓની હરાજી ગત વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.

ભારત વિશ્વ કપમાં પોતાની પ્રથમ મેચ પાંચ જૂને આયરલેન્ડ સામે રમશે, જ્યારે આઈસીસી ટૂર્નામેન્ટની શરુઆત એક જૂને અમેરિકા અને કેનેડાની વચ્ચેની મેચથી થશે. આઈપીએલની પ્રથમ મેચ ગત વર્ષની ફાઈનલસિસ્ટ ટીમો વચ્ચે રમાઈ છે. ત્યારે આવા સમયે વર્ષની પહેલી મેચ 2023 આઈપીએલની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને ઉપવિજેતા ગુજરાત ટાઈટંસ વચ્ચે રમાશે.

Leave a Comment