CM ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય: NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે,મંત્રીએ આપી આંકડાકીય માહિતી

PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે

છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે. ગુજરાતમાં તા.31-12-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ,અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ પોસ્ટ પણ વાંચો:   GSRTC Live Real time Bus Tracking 2024 All Bus Depo Help Line Number Real Time Bus Tracking Report @gsrtc.in

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો નિર્ણય

આણંદ જિલ્લામાં કુલ 45 માંથી 27 સરકારી 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી જ્યારે સાબરકાંઠામાં 91 માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ રૂ.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ સરકારે કર્યો છે.

આ પોસ્ટ પણ વાંચો:   Jio Work From Home Job: 10 પાસ માટે નોકરી! 50 હજાર રૂપિયા પગાર

Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન

આ પોસ્ટ પણ વાંચો:   IPL 2024ને લઈ મોટા સમાચાર: આ તારીખથી શરુ થશે 17મી સીઝન, ભારતમાં જ રમાશે તમામ મેચ

આણંદમાં છેલ્લા એક વર્ષમાં કેટલા લોકોએ લાભ લીધો

મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 68.25 કરોડના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 13,270 લાભાર્થીઓને રૂ.30.02 કરોડ જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને રૂ.116.18 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

Leave a Comment