Lok Sabha Election 2024 | ભાજપની ચોથી યાદી જાહેર, આ 15 ઉમેદવારોને ટિકિટ, ગુજરાતની 4 બેઠકો પર કોણ?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલે જ થશે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપે 4 બેઠકો જેવી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢના બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ રાજ્યની 22 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

આ પોસ્ટ પણ વાંચો:   બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી છે. ભાજપે પુડુચેરી લોકસભા સીટ પર એ. નમાસિવાયમ તેના ઉમેદવાર તરીકે છે. આ બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમ અહીંથી સાંસદ છે. કોંગ્રેસે તેમને ફરી એકવાર તક આપી છે.

આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી
Lok Sabha Election 2024
Lok Sabha Election 2024

ભાજપની ચોથી યાદીમાં તમિલનાડુના 15 ઉમેદવારોના નામ છે. આ પહેલા એક દિવસ પહેલા ભાજપે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી, જેમાં તમિલનાડુના 9 ઉમેદવારોના નામ હતા. ત્રીજી યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. ત્રીજી યાદીમાં બીજું સૌથી મોટું નામ તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનનું હતું. ભાજપે તેમને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપી છે. તમિલિસાઈ સૌંદરરાજન તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Exam: CCE પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ શિફ્ટ સહિત સંપૂર્ણ માહિતી

Leave a Comment