Godown Sahay Yojana 2024 : ગોડાઉન યોજના ગુજરાત આ યોજના હેઠળ ખેડૂતો ને ગોડાઉન બનાવવા 50 ટાકા સબસીડી મળશે

Godown Yojana Gujarat 2024 : ગોડાઉન યોજના ગુજરાત 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહ માટે “ગોડાઉન યોજના ગુજરાત” શરુ કરવામાં આવ છે. આ યોજના હેઠળ ખેડૂતોના પાકને વરસાદ તથા કુદરતી આપદાઓ થી બચાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન બનાવાવ રૂપિયા 75,000 સહાય આપવામાં આવે છે.

ગોડાઉન યોજના ગુજરાત માટે પાત્રતા માપદંડ, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.

Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

Mobile Sahay Yojana Gujarat: મોબાઈલ સહાય યોજના હેઠળ 6,000 સુધીની સબસિડી મેળવો

ગોડાઉન યોજના ગુજરાત 2024 – Godown Yojana Gujarat 2024

યોજનાનું નામગોડાઉન યોજના ગુજરાત 2024
યોજના વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજનાનો હેતુખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75,000 ની સહાય
લાભાર્થીપોતાની જમીન ધરાવતા ખેડૂત
સત્તાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in
હોમ પેજઅહી ક્લિક કરો

ગોડાઉન યોજના ગુજરાત 2024 હેઠળ મુખ્ય ઉદ્દેશ્ય અચાનક આવનાર વરસાદ તથા કુદરતી આફતો થી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા રૂપિયા 75,000 ની સહાય આપવાનો છે, આ યોજનાની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની દ્વારા કરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Smartphone Sahay Yojana 2024 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના, 6000 રૂપિયાની સહાય મેળવો

ગોડાઉન યોજના ગુજરાત: પાત્રતા ધોરણો

ગોડાઉન યોજના ગુજરાત માટે અરજી કરતા ઉમેદવારો માટે નીચેની પાત્રતા અને ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે.

ધોરણો

  • આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફુટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે.તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે.
  • પ્લીન્થ થી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરાવાનું રહેશે.
  • ગોડાઉનની છત ગેલ્વેનાઈઝ શીટ/સિમેન્ટના પતરા કે નળીયાની બનાવી શકાય. RCC ની છત લાભાર્થી પોતાની અનુકુળતાએ સ્વખર્ચે બનાવી શકે છે.
  • પાયો જમીનથી 2 ફુટથી વધુ ઊડાઈનો તથા જમીનથી વધુમાં વધુ જમીનથી 2 ફુટની ઉંચાઈએ પ્લીન્થ બનાવવાનો રહેશે.
  • ગોડાઉનની છતની મધ્ય (મોભ)ની ઉંચાઈ પ્લીન્થ લેવલથી 12 જેટલી હોવી જોઈએ
  • ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
  • કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછુ બાંધકામ સહાયને પાત્ર નથી.
આ પોસ્ટ પણ વાંચો:   કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024

પાત્રતા

  • ગુજરાત રાજ્યના તમામ જમીન ધારકો યોજના માટે અરજી કરી શકે છે.
  • 8 અ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
  • 8 અ ખાતામાં સમાવેશ થતા ખાતેદારોમાંથી એક જ ખાતેદારને Godauna Yojana Gujarat 2024 હેઠળ લાભ મળવાપાત્ર થશે.

ગોડાઉન યોજના ગુજરાત: જરૂરી દસ્તાવેજ

  • અરજદારનું આધાર કાર્ડની નકલ.
  • જો ખડૂત સંયુક્ત ખાતેદાર હોય તો બાહેધરી પત્ર.
  • ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા
  • અરજદારના 8 અ ખાતાની નકલ.
  • દિવ્યાંગ ખેડૂત હોય તો (સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર)
  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમપાનાની નકલ.
  • અરજદારનું રેશનકાર્ડ

ગોડાઉન યોજના ગુજરાત 2024 માટે અરજી કઈ રીતે કરવી? | Godown Yojana Gujarat 2024 Apply Online

ગોડાઉન યોજના ગુજરાત 2024 હેઠળ અરજી કરવા ઈચ્છિત ઉમેદવારોએ નીચેના પગલાઓને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવા.

  • પગલું 1: સૌ પ્રથમ Google પર સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in સર્ચ કરો.
  • પગલું 2: હવે યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
  • પગલું 3: ત્યાર બાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સોલર પંપ માટે મળસે 90% સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી
કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી  How to Online Apply
કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી  How to Online Apply
  • પગલું 4: હવે પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના પસંદ કરો.
  • પગલું 5: તમામ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
  • પગલું 6: ત્યાર બાદ તમે અગાઉ પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નહીતર ના પર ક્લિક કરો.
  • પગલું 7: હવે નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
  • પગલું 8: ત્યાર બાદ Save & Next પર ક્લિક કરો.
  • પગલું 9: હવે તમામ ભરેલી વિગતો ચકાસો.
  • પગલું 11: ત્યાર બાદ Save & Next પર ક્લિક કરો.
  • પગલું 12: હવે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને Confirm પર ક્લિક કરો.
  • પગલું 13: અરજનંબર મળ્યા બાદ અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

ગોડાઉન યોજના ગુજરાત: અરજી પછીની પ્રોસેસ

ગોડાઉન યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની ચકાસણી કરીને નિયમો મુજબ અરજી મંજૂર કરવામાં આવે છે. ત્યાર બાદ અરજીની જાણ લાભાર્થીને કરવામાં આવે છે. આવી મંજૂરી મળ્યા બાદ જ ગોડાઉન માટેના બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વાર નક્કી થયેલા ધોરણો મુજબ બાંધકામ પુર્ણ થયેથી, જરૂરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સબસિડી સહાય માટે ઓનલાઈન અરજી સહિતના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યેથી ખેડૂૂતના ખાતામાં સબસિડીની રકમ જમા કરવામાં આવે છે.

FAQs – Godown Yojana Gujarat 2024

ગોડાઉન યોજના હેઠળ શું સહાય મળે છે?

ગોડાઉન યોજના યોજના હેઠળ પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયા સહાય મળે છે.

ગોડાઉન યોજના હેઠળ કોને સહાય મળવાપાત્ર છે?

ગોડાઉન યોજના હેઠળ પોતાની જમીન ધરાવતા ખેડૂતને સહાય મળવાપાત્ર છે.

ગોડાઉન યોજના હેઠળ અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

ગોડાઉન યોજના હેઠળ અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in છે.

2 thoughts on “Godown Sahay Yojana 2024 : ગોડાઉન યોજના ગુજરાત આ યોજના હેઠળ ખેડૂતો ને ગોડાઉન બનાવવા 50 ટાકા સબસીડી મળશે”

Leave a Comment