Mobile Sahay Yojana Gujarat: મોબાઈલ સહાય યોજના હેઠળ 6,000 સુધીની સબસિડી મેળવો

Mobile Sahay Yojana Gujarat: આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીની મદદથી ખેતીને વધુ સમૃદ્ધ અને સફળ બનાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક નવું અને મહત્વપૂર્ણ પગલું ભરતા, સરકારે મોબાઈલ સહાય યોજના 2024” (Mobile Sahay Yojana Gujarat) ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનોને સ્માર્ટફોન ખરીદી પર સબસિડી આપવામાં આવશે.

આ સ્માર્ટફોન માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ ખેતીવાડીમાં એક મહત્વપૂર્ણ સાથી બની રહેશે. હવામાનની આગાહી, બજાર ભાવ, નવીન ખેતી પદ્ધતિઓ અને સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકાશે. આ લેખમાં આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Mobile Sahay Yojana Gujarat: મોબાઈલ સહાય યોજના

યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશરાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
લાભાર્થીરાજ્યના ખેડૂતો
સહાયરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ..6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
ઓફિશીયલ વેબસાઈટIkhedut Gujarat
આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Baroda E Mudra Loan: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, 10 લાખ રૂપિયા વ્યવસાયિક લોન ઓફર

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવા અને તેમને કૃષિ ક્ષેત્રમાં નવીન તકનીકોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ સહાય યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 સુધીની સબસિડી મળશે.

જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • જમીન માલિકીનો પુરાવો
  • ખેડૂત નોંધણી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગતો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  •  આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ પોસ્ટ પણ વાંચો:   ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalaxmi Bond Yojana Gujarat 2024,દીકરીઓને મળશે ₹ 25,000 ની સહાય

મોબાઈલ સહાય યોજનાના લાભ:

  • ₹15,000 સુધીના મૂલ્યવાળા સ્માર્ટફોન પર 40% સુધીની સબસિડી, મહત્તમ ₹6,000
  • ગુજરાતનાં નોંધાયેલા ખેડૂતો માટે ખુલ્લી યોજના
  • ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતીની ઉત્પાદકતા અને આવક વધારવામાં મદદ કરે છે.
  • હવામાનની આગાહી, બજાર ભાવ, સરકારી યોજનાઓ અને કૃષિ સંબંધિત માહિતી મેળવવા માટે ખેડૂતોને સશક્ત બનાવે છે.

રજી કેવી રીતે કરવી:

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   PM Kisan Yojana Beneficiary List: पीएम किसान योजना लाभार्थी सूची जारी, यहां से देखें अपना नाम

મહત્વની તારીખો:

યોજનાની શરૂઆતની તારીખ 10મી જાન્યુઆરી 2024
અરજીની છેલ્લી તારીખ 30મી નવેમ્બર 2024

વધુ માહિતી માટે:

ગુજરાત કૃષિ વિભાગની વેબસાઇટikhedut.gujarat.gov.in
હેલ્પલાઇન નંબર 1800-233-0212

મોબાઈલ સહાય યોજના 2024 ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદગાર યોજના છે. આ યોજના ખેડૂતોને ડિજિટલ યુગનો લાભ લેવા અને તેમની આવક વધારવામાં મદદ કરશે. યોગ્ય ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઝડપથી અરજી કરવી જોઈએ.

OJAS Bharti 2024 : નવી ઓજસ ભરતી 2024, તાજેતરની ભરતીની જાણો સંપૂર્ણ માહિતી

Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી

Leave a Comment