Water Tank Sahay Yojana 2024: મિત્રો, સરકાર દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનો ચલાવવામાં આવે છે. હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે. જેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. Water Tank Sahay Yojana 2023 શું છે? તેની માહિતી મેળવીશું. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય
વિભાગ | કૃષિ નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય |
અરજી શરૂ કરવાની તારીખ | 18 જૂન, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 જુન 2024 |
સહાય | ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ, બેમાંથી જે ઓછું હોય |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
- નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
- સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ.9.80 લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે.
- નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.19.60 લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના 50 ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- સહાય મેળવવા માટે ઓછામાં ઓછા 75 ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
Water Tank Sahay yojana 2023 | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I-khedut Portal પર ચાલતી પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી? | How to Online Apply
પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરવું.
- જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી
1 thought on “Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી”