Gujarat RTE Admission 2024-25 | શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે ધોરણ 1 મા પ્રવેશ પરીક્ષા નો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો

RTE Form 2024: નમસ્કાર મિત્રો, જો તમારું બાળક નાનું છે. અને હવે તેના અભ્યાસ માટે તમે ધોરણ 1 માં પ્રવેશ કરાવવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. Right To Education હેઠળ નાના બાળકોની ધોરણ એકમાં મફતમાં પ્રવેશ આપવા માટે વર્ષ 2024 માટે એપ્લિકેશન ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અને તેની એડમિશન પ્રક્રિયા તેમજ કાર્યક્રમ બહાર પાડવામાં આવેલ છે. આ આ સ્કીમ હેઠળ નબળા અને વંચિત વર્ગના પરિવારના બાળકોને શાળાઓમાં ધોરણ એકમાં મફતમાં પ્રવેશ આપવામાં આવે છે. અને તેમને ધોરણ 1 થી લઇ ધોરણ આઠ સુધી સરકાર દ્વારા મફતમાં શિક્ષણ મેળવવાની સુવિધા મળે છે.

Gujarat RTE Admission 2024-25 | આરટીઇ એડમિશન પ્રોગ્રામ જાહેર

જૂન 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે ધોરણ એકમાં પ્રવેશ આપવા માટે RTE એડમિશનનો તમામ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

  • પાંચ માર્ચ 2024 ના રોજ શૈક્ષણિક વર્ષ 2024 25 માટે પ્રવેશ મેળવવા માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવામાં આવી.
  • 5 માર્ચ 2024 થી 13 માર્ચ 2024 સુધી શિક્ષણ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજ મેળવવા માટે વાલીઓને આપવામાં આવતો સમય
  • 14 માર્ચ 2024 થી 24 માર્ચ 2024 :ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના દિવસ
  • 14 માર્ચ 2024 થી 28 માર્ચ 2024: જિલ્લા કક્ષાએ ભરવામાં આવેલ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ની ચકાસણી કરવી અને તેમને એપરુવ/ રિજેક્ટ કરવા
  • 1 એપ્રિલ 2024 થી 3 એપ્રિલ 2024: સામાન્ય થયેલ એપ્લિકેશન ફોર્મ કે જેમાં ડોક્યુમેન્ટ ખૂટે છે તેમને અપલોડ કરવા માટે આપવામાં આવતો સમય
  • તેમની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય: 1/4/2024 થી 4/4/2024
  • 6 એપ્રિલ 2024: પ્રવેશ પ્રક્રિયા નો પહેલો રાઉન્ડ બહાર પડશે.
આ પોસ્ટ પણ વાંચો:  સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા

RTE એડમિશન પ્રોસેસ જરૂરી દસ્તાવેજ

આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા તમારે ડોક્યુમેન્ટ ને અપલોડ કરવા પડશે જે કેટેગરી મુજબ જુદા જુદા છે. કેટેગરી મુજબ કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની માહિતિ RTE ની સત્તાવાર વેબસાઈટ પર યાદી મૂકી દેવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ માં ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ધ્યાન રાખો કે તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ ને સારી રીતે સ્કેન કરો.

આ પોસ્ટ પણ વાંચો:  PM Kisan 19th Installment Date 2025 : Check Beneficiary List & Status @pmkisan.gov.in

આરટીઇ એડમિશન પ્રોસેસ | RTE Admission Process

  • પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન માધ્યમમાં એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે સૌપ્રથમ RTE ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં માંગવામાં આવેલ તમામ જરૂરી દસ્તાવેજ સારી રીતે સ્કેન કરીને અપલોડ કરો.
  • જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભરો છો તે સમયે જ તમારે ઓનલાઇન શાળાની પસંદગી કરવાની હોય છે. ત્યારે તમારી ખાસ ધ્યાન રાખવું કેમ કે એક વખત શાળાની પસંદગી થઈ ગયા પછી તમે તેને બદલી શકતા નથી.
  • એકવાર આ એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભર્યા પછી તેને ક્યાંય જમા કરવાનું રહેશે નહીં. જિલ્લા કક્ષા એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
  • અને તેના પછી મેરીટ ના આધારે શાળાની ફાળવણી કરી પહેલો રાઉન્ડ પાડવામાં આવશે.

RTE Admission Form Official link – Apply Now 

Leave a Comment