હવામાન વિભાગની આગાહી: આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Today Heavy Rain : આજે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 4 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.

આજે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

Today Heavy Rain : 11 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ,મોરબી, જામનગર, અમરેલી, ભાવનગર, આણંદ, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આજે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:  How To Make Driving License Online : ડ્રાઈવિંગ લાઈસન્સ ઘરે બેઠા કઢાવો

પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, 28 તારીખથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવવાની શક્યતા છે.આ સાથે પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, 28 તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તે 4 કે 5 જુલાઇ સુધી ચાલે તેવી સંભાવના છે.

આ સાથે તેમણે ડુંગળીના ખેડૂતો માટે સલાહ આપતા કહ્યું છે કે, ડુંગળીનું વાવેતર જુલાઇમાં વાવેતર ન કરવું ઓગસ્ટમાં કરવાનું રાખવું. જુલાઇ મહિનામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. વધારે વરસાદથી ડુંગળીનું વાવેતરને નુકસાની ભેટી શકે છે. જેથી ખેડૂતોએ ડુંગળીનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવું જોઇએ તેમ પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:  Today Petrol diesel price: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, જાણો SMS દ્વારા

આવતીકાલે ક્યાં ક્યાં આગાહી?

આવતીકાલે પાંચ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છુટા છવાઈ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મહત્વપૂર્ણ લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો

Leave a Comment