ધો. 10-12ની Board Examને લઇ મોટી અપડેટ, જાણો આ વર્ષે પરિણામ ક્યાં સુધીમાં જાહેર થશે?

Board Exam Latest News: માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી, ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે.

ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે.

આ પોસ્ટ પણ વાંચો:  Ration Card eKYC Online 2024
  • આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે
  • ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે
  • વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા થશે ઝડપી
  • માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી

રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

આ પોસ્ટ પણ વાંચો:  Whatsapp Update: એક જ ફોન મા 2 વોટસઅપ કેવી રીતે યુઝ કરવા,જાણો આસાન રીત

Leave a Comment