EWS Awas Yojana Ahmedabad | EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

EWS Awas Yojana Ahmedabad: અમદાવાદમાં સસ્તામાં ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ ભરવા માટે અરજદારે https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જઈને પોતાની તમામ માહિતી ભરવાની રહેશે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે. ત્યારે ફોર્મ ભરવામાં આપવાની ડીપોઝિટ તથા પૈસાની ચૂકવણી અંગેના તમારા તમામ સવાલોના જવાબ અહીં જાણો.

આવાસ યોજનામાં ફોર્મ ભરવાના નિયમો

 • અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂ.7500 ભરવાના રહેશે.
 • મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) “ડ્રો” માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી 80% રકમના એક સરખા દસ (10) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે.
 • તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઈ કરવાના રહેશે. અરજદાર દ્વારા 20% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80% રકમ ભરવાની રહેશે.
 • આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.
 • અરજદાર પતિ-પત્ની અલગ-અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પૂરાવો માન્ય રાખવામાં આવશે.
 • આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજય સિવાય બહારના રાજયનું જાતિ પ્રમાણપત્ર માન્ય રાખી શકાતું નથી. આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયગાળાને ધ્યાનમાં લઇ તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજયનાં સંબંધિત સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તેથી, જો તેવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહિં આવે તો અરજી/ફાળવણી રદ કરવામાં આવશે.
 • મકાનોની ફાળવણી “કોમ્પ્યુટર – ડ્રો” થી કરવામાં આવશે. “ડ્રો” ના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડીપોઝીટની રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા આપવામાં આવશે.
 • આ આવાસ યોજનામાં મકાનની ફાળવણીના સાત (7) વર્ષ સુધી પોતાને ફાળવવામાં આવેલ મકાન અન્ય કોઇપણને તબદીલ કરી શકાશે નહિ તથા ભાડે આપી શકાશે નહિં.
 • કુટુંબના કોઇપણ સભ્યના નામે ભારત દેશમાં કોઇપણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હોવો જોઇએ નહીં. આ મુદ્દે જો ખોટી રજુઆત કરાયેલી હોવાનું ધ્યાનમાં આવશે તો એલોટમેન્ટ રદ કરીને ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
 • અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રીમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવશે તો ભરેલ પૂરેપૂરાં નાણાં પરત કરવામાં આવશે.
 • લાભાર્થીને વેઇટીંગવાળું એલોટમેન્ટ મળેલ હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરાવવા અરજી કરેથી ભરેલ ડીપોઝીટ પૂરેપૂરી પરત મળી શકશે.
 • લાભાર્થીનું અવસાન થાય અને જો તેમના વારસદારો મકાન મેળવવા ઇચ્છે તો તેઓના કાયદેસરના (સીધી લીટીના) વારસદારોને ફાળવવામાં આવશે. આવા વારસદારના કેસમાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવકની મર્યાદા જળવાતી નહિ હોય તો પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. ભરેલ ડીપોઝીટ પરત માંગવામાં આવશે તો સીધી લીટીના વારસદારોને ડીપોઝીટ પરત કરવામાં આવશે.
 • મકાનનું પઝેશન સોંપી દીધા બાદ આંતરિક તેમજ બાહ્ય દિવાલોમાં તેમજ સ્ટ્રકચરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં.
 • કોઈપણ યોજનામાં પઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે. (વેઇટીંગના લાભાર્થીઓને લાગુ પડતું નથી.)
આ પોસ્ટ પણ વાંચો:   ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

કોણ કરી શકે મકાન માટે અરજી?

આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB Exam Time Table: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 11 માર્ચથી શરુ થશે ગુજરાત બોર્ડ ની પરીક્ષા

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે.

EWS Awas Yojana Ahmedabad | EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે
EWS Awas Yojana Ahmedabad | EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

 1. અરજદારનો ફોટો
 2. અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
 3. આવકનો દાખલો
 4. અરજદારની બેન્ક કેન્સલ ચેક
 5. ઓળખ પુરાવો
 6. રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
 7. અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
 8. BPL કાર્ડની કોપિ
 9. સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)

Leave a Comment