EWS આવાસ યોજના: અમદાવાદ જેવા સિટીમાં ઘર ખરીદવાનું સૌ કોઈનું સપનું હોય છે. પણ સામાન્ય લોકોનું આ સપનું અઘુરૂ રહી જતું હોય છે. આ દરમ્યાન એ લોકો માટે હવે સારા સમાચાર આવ્યા છે, જેઓ અમદાવાદમાં રહે છે અને તેમની પાસે પોતાનું ઘર નથી.
EWS આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા લોકો માટે WWS-2 કેટેગરીમાં નરોડા મુઠિયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 ઘર બનાવામાં આવશે. EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચથી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજીકર્તાએ અમદાવાદ નગર નિગમની વેબસાઈટ www.ahmedabacity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત EWS પ્રકારના આવાસ માટે અરજીઓ મગાવાની જાહેરાત કરવામાં આવી છે.
કોણ ભરી શકે છે ફોર્મ
EWS (કાર્પેટ એરિયા 35 વર્ગ મીટરથી વધારે અને 40 વર્ગ મીટરથી ઓછા)માં આર્થિક રીતે નબળા વર્ગ જેમની સંયુક્ત વાર્ષિક પારિવારિક આવક 3 લાખથી ઓછી છે, તેઓ આના માટે ફોર્મ ભરી શકશે. આ મકાનનો ખર્ચ 5,50,000 રૂપિયા અને ડિપોઝીટ પેટે 50,000 રૂપિયા ભરવાના રહેશે. લાભાર્થીને કુલ 6 લાખ રૂપિયામાં આ ઘર મળી જશે.

મકાન લાગ્યું હોય અને બીજી વાર ફોર્મ ભરો તો શું થશે?
આ સ્કીમની જાહેરાત થતાં જ અમુક લોકોના મનમાં એવા સવાલ થતાં હશે કે, જેમને અગાઉ આ સ્કીમમાં મકાન લાગ્યું છે, અથવા જેઓ હાલમાં આવાસમાં રહે છે, શું તેવા લોકો આ ફોર્મ ભરી શકે ખરાં? તો આપને જણાવી દઈએ કે, એક વાર ફોર્મ ભર્યા બાદ બીજી વાર ફોર્મ ભરી શકાતું નથી, છતાં લોકો ફોર્મ ભરી રહ્યા છે અને ઘણા લોકોને બીજી વાર મકાનો મળી પણ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, જે લોકોને આવાસ યોજનામાં મકાન લાગ્યું છે, તેવા લોકો ફોર્મ ભરી શકશે નહીં. અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય અને જો લાગી જાય, ત્યારે આવા કિસ્સામાં ધ્યાનમાં આવશે તો મકાન અને ભરેલા પૈસા જપ્ત થઈ શકે છે.