IPL 2024 Schedule: IPL શિડ્યુઅલનું થયું એલાન

ઈન્ડીયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શિડ્યુઅલ જાહેર થયુ છે. જોકે આ શિડ્યુઅલ ફૂલ ટાઈમ નથી. ફક્ત બે અઠવાડિયાનું જ છે ફૂલ શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ બહાર પાડવામાં આવશે. આઇપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ પણ વાંચો:  PM Kisan 20th Installment Date 2025 : ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો કઈ તારીખે જમાં થશે,જાણો સંપૂર્ણ માહિતી

ફાઈનલ 26 મેના રોજ

આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

આખી આઈપીએલ ભારતમાં જ રમાશે

અરુણ ધૂમલે કહ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે તેને વિદેશ ખસેડવાનો કોઈ પ્લાન નથી. આ પહેલા 2009ની સામાન્ય ચૂંટણી દરમિયાન આઇપીએલની આખી સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી, જ્યારે 2014માં કેટલીક મેચો યુએઇમાં યોજાઇ હતી. આ પછી, 2019 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, આ લીગનું સંપૂર્ણ આયોજન દેશમાં કરવામાં આવ્યું હતું. જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલની ફાઇનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:  GSSSB Revenue Talati Main Exam 2025: Paper 3 General Studies Syllabus Released

મહત્વપૂર્ણ લીંક

IPL ઓફીશ્યલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment