ikhedut portal 2024: આઈ ખેડૂત પોર્ટલ યોજના @www.ikhedut.gujarat.gov.in

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

ikhedut portal 2024: આઈ ખેડૂત પોર્ટલ યોજના ગુજરાત સરકાર દ્વારા ડિજીટલ સેવાઓ આપવામાં હાલમાં મોખરે છે. ખેડૂતો ઓનલાઈન અરજી ikhedut portal પર સરળતાથી કરી શકે છે. જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે.

તો ચાલો આજે આપણે Ikhedut Portal Registration કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. વધુ માહિતી માટે ગ્રુપ માં જોડાઈ જો જેમાં તમને દરેક યોજના ની માહિતી મળશે.

Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

Mobile Sahay Yojana Gujarat: મોબાઈલ સહાય યોજના હેઠળ 6,000 સુધીની સબસિડી મેળવો

Pashupalan Loan Yojana Gujarat 2024: પશુપાલકોને સરકાર આપી રહી છે વગર ગેરંટીએ લોન, તમે આ રીતે કરી શકો છો લોન માટે અરજી

Bank Of Baroda Personal Loan | બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024

ikhedut portal 2024: આઈ ખેડૂત પોર્ટલ યોજના

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
વિભાગનું નામકૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
લાભાર્થીની પાત્રતાગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાનું માધ્યમઓનલાઈન

Ikhedut Portal નો હેતુ

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના

આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે. વિભાગોની યાદી નીચે મુજબ છે.

ક્રમવિભાગનું નામ
1ખેતીવાડી ની યોજનાઓ
2પશુપાલનની યોજનાઓ
3બાગાયતી યોજનાઓ
4મત્સ્ય પાલન ની યોજનાઓ
5ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
6આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
7ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
8સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
9ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી
10ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

જરૂરી ડોક્યુમેન્‍ટ

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

How to Online Apply for Ikhedut Portal Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

  • સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
  • જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

  • Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ધારો કે, “બાગાયતી વિભાગ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
How to Online Apply for Ikhedut Portal Registration કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
How to Online Apply for Ikhedut Portal Registration કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
  • “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ બાગાયતી યોજના બતાવશે.
  • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
  • તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
  • ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
  • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.

અરજી અપડેટ કરવા માટે

અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
  • જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.

અરજી કન્‍ફર્મ કરવા માટે

અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, જયાં સુધી અરજી કન્‍ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાતી નથી. જેથી લાભાર્થીઓ તમામ વિગતો ભર્યા બાદ, સાચી વિગતો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • લાભાર્થીઓ દ્વારા “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્‍ફર્મ કરી શકે છે.
  • અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.

અરજી પ્રિંટ કરવા

ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્‍ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

  • અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્‍ટ મેળવી શકે છે.
  • પ્રિન્‍ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.

અરજી પ્રિંટની સહી કરેલ નકલ અપલોડ કરવા માટે

મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
  • ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્‍ટ અપલોડ કરી શકે છે.

ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?

આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

1Ikhedut Portal Website
2Ikhedut Portal Application Status  
3Ikhedut Portal Application Print  

ટોલ–ફ્રી હેલ્પલાઇન દ્વારા:

1800-180-1551 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.

Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર સહાય રૂપિયા 6000/- ની સહાય