PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી લગભગ પાંચ વર્ષોથી દેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ આપી રહ્યા છે આ યોજના હેઠળ આર્થિક રકમ મેળવીને ખેડૂતો ખુશ થાય છે તમને જણાવીએ કે નવેમ્બર મહિનામાં આ યોજના હેઠળ ખેડૂતોને 15માં હપ્તાના પૈસા તેમના બેન્ક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા.

પરંતુ અત્યારે હવે આ યોજનામાં ખેડૂતોને હવે પોતાની સોળમાં હપ્તા ની રાશી મળવાનો ઇંતેજાર કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોને હવે વધારે સમય રાહ જોવાની જરૂર નથી કેમકે 16 માં હપ્તા ની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. હવે ફક્ત ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16 માં હપ્તાની રકમ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

PM Kisan Yojana 16th installment 2024

જે ખેડૂત ભાઈ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જાણે છે તો તેમને ખબર જ હશે કે આ યોજનામાં સમયે સમયે પરિવર્તન કરવામાં આવે છે તેથી તમામ ખેડૂત મિત્રોને આ યોજના સંબંધિત પરિવર્તનો વિશેની જાણકારી મેળવી લેવી જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:  LIC Golden Jubilee Scholarship 2025: Apply Now & Get ₹40,000 for Students

જેના કારણે ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને તેઓ સરળતાથી લાભ મેળવી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને 15માં હપ્તામાં ₹2,000 તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

આ યોજના દ્વારા ખેડૂતોને મળશે વાર્ષિક ₹ 6000

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલ દેશના તમામ ખેડૂત ભાઈઓને એ વિશેની જાણકારી હશે જીકે સરકાર દ્વારા તમામ ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક ₹6,000 ની રકમ તેમના બેંક એકાઉન્ટમાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

દરેક હપ્તામાં 2000 આપવામાં આવે છે જે ચાર મહિનાના અંતરાલમાં ખેડૂત ભાઈઓને આપવામાં આવે છે. 15 મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 15 નવેમ્બર 2023 ના દિવસે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને હવે 16 માં હપ્તા ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

PM Kisan Yojana 16th installment 2024 16મો હપ્તો ક્યારે આવશે ?

16 માં હપ્તાની રાહ જોઈ રહેલા તમામ દેશના લાભાર્થી ખેડૂત મિત્રો ના બેન્ક એકાઉન્ટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના નિયમ મુજબ આપતામાં આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:  Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024,પાત્રતા, જરૂરી દસ્તાવેજો, લાભો, ઉદ્દેશ્યો અને અરજી પ્રક્રિયા

ચાર મહિનાના અંતરાલમાં, અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે 15મા હપ્તા ની રકમ નવેમ્બર મહિનામાં ખેડૂતો ના ખાતામાં નાખવામાં આવી હતી તો હવે આવનારા 16 માં હપ્તાની રકમ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ રીતે ચેક કરો પેમેન્ટ સ્ટેટસ

  • સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેની વેબસાઈટ ના હોમ પેજ પર આવ્યા પછી અહીં pure form નો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે તેના પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • કેપચા કોડ દાખલ કરો તેના પછી ઓટીપી ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરી સબમિટના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પેમેન્ટ સ્ટેટસ ની સ્થિતિ દર્શાવશે.

Leave a Comment