PM Kisan Yojana e-KYC Compulsory : 2000 નો હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીઓએ 21 ફ્રેબુઆરી સુધી ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે

PM Kisan Yojana e-KYC Compulsory: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી

યોજનાનું નામપીએમ કિસાન યોજના
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
વર્ષ2024
Official Websitehttps://pmkisan.gov.in/

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માહિતી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે હવે 16 મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. બાકી રહેલા ખેડૂતો માટે ૨૧મી ફેબ્રુઆરી સુધી ઝૂંબેશ, કિસાન યોજનાનો ૧૬મો હપ્તો મેળવવા હવે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ દ્વારા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની સહાય આપવામાં આવે છે. આગામી તેરમા હપ્તાની સહાય ચૂકવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ પહેલા સહાય મેળવતા તમામ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી કરવાનું રહેશે. એટલે તમામ લાભાર્થીઓએ આધાર લીંક અને સિડિંગ કરાવવું જરૂરી છે. આ આધાર લીંક કરવાની પ્રોસેસ ખેડૂતો ઓનલાઇન જાતે પણ કરી શકે છે. તથા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કરાવી શકાશે.

ઈ-કેવાયસી અગત્યની માહિતી

અધિકૃત અધિકારીશ્રીઓ દ્વારા ઈ-કેવાયસી બાબતે શું સૂચના આપવામાં આવી?
રાજ્યના ખેતી નિયામકે જણાવ્યું છે કે, કેન્દ્ર દ્વારા ૧૨મી ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે ૧૦ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ ૨૧મી ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ- કેવાયસી કરાવી લેવાનું રહેશે.

ખેડૂતો અન્ય પધ્ધતિ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો આ પ્રક્રિયા કરાવી શકાશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

  • સૌથી પ્રથમ Google માં PM KISAN PORTAL ટાઈપ કરો.
  • આ અધિકૃત પોર્ટલ પર Home Page પર જાઓ.
  • હવે હોમ પેજ પર “Farmer Corner” પર જાઓ.
  • આ Farmer Corner માં e-KYC પર ક્લિક કરો.
  • જેમાં “OTP Based Ekyc” નામનો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • આગળ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • છેલ્લે, તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

કોમન સર્વિસ સેન્ટર ખાતે પણ ઈ-કેવાયસી કરાવી શકાશે

વધુમાં જણાવ્યાનુસાર, ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ઉપયોગી લિન્ક

પીએમ કિસાન યોજના માટે e-KYC વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ પોસ્ટ પણ વાંચો:   આયુષ્માન ભારત યોજના 2024 મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ.જાણો કેવી રીતે

Leave a Comment