sarswati sadhana cycle yojana 2024 મફત સાઇકલ યોજના સરસ્વતી સાધના સાયકલ 2024 આ યોજના હેઠળ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ સહાય આપવામાં આવે છે. સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સરસ્વતી સાધના સાયકલ વિશે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના 2024
યોજના નામ | સરસ્વતી સાધના યોજના |
લોન્ચ કરાઈ | 2019 |
લાભાર્થી | ગુજરાતની વિદ્યાર્થીનીઓ |
લાભ | યોગ્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ સાયકલ મળશે |
અરજી પ્રકાર | અરજી કરવાની જરૂર નથી |
મહત્વની બાબતો
- સરસ્વતી સાધના યોજના એ ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટે કલ્યાણકારી યોજના છે.
- આ યોજનની શરૂઆત 2019 માં કરવામાં આવી હતી
- ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક હેઠળ આ યોજના આવે છે.
- આ યોજનાનો શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ (દીકરીઓને) વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી અને પ્રોત્સાહન કરવા તેમજ એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરવા માટે સલામતીને વિશ્વસનીય માધ્યમ પ્રદાન કરવા માટે
- સરસ્વતી સાધના યોજના ગુજરાત સરકારની વિદ્યાર્થીઓની વિના મૂલ્ય સાયકલ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ કેટેગરી, વિકસિત જાતિના કેટેગરીના વિદ્યાર્થીને મફત સાયકલ મળવા પાત્ર છે.
- ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના આ યોજના તમામ વિદ્યાર્થીઓ માટે નથી પરંતુ માત્ર ધોરણ નવમાં અભ્યાસ કરતી (કન્યા) વિદ્યાર્થીઓ માટે છે.
- સરસ્વતી સાધના યોજના હેઠળ લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.
- રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તારના લોકો માટે
- રૂ. 1,50,000/- શહેરી વિસ્તારના લોકો માટે
- ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓ તેમના ઘરેથી શાળા જવા માટે સાયકલ આપવામાં આવે છે.
- અગાઉ પહેલા ગુજરાત સરકાર દ્વારા લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી.
- તેના પછી શિષ્યવૃતિ ના બદલામાં મફત સાઇકલ વિતરણ યોજના શરૂ થઈ.
- ગર્લ ચાઈલ્ડ માટે મફત સાયકલનો લાભ મેળવવા માટે તમારે એક પણ જગ્યાએ ફોર્મ ભરવાનું હોતું નથી શાળા સ્કૂલમાંથી સાયકલ સહાય મળે છે .
- જે શાળામાં બાળકી અભ્યાસ કરતી હોય ત્યાંના શાળા આચાર્ય સાયકલ વિતરણ માટે તમામ પાત્ર ધરાવતા લાભાર્થીઓના નામ માટે ભલામણ કરેલ હોય છે.
યોજના માટેના માપદંડ
- ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
- લાભાર્થી ગર્લ સ્ટુડન્ટ ( છોકરી )હોવો જોઈએ.
- છોકરી ધોરણ 9માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- વિદ્યાર્થીની વાર્ષિક કુટુંબિક આવક નીચે મુજબ હોવી જોઈએ.
- રૂ. 1,20,000/- ગ્રામ્ય વિસ્તાર માટે
- રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે
- વિદ્યાર્થીની અનુસૂચિત જાતિ અથવા વિકાસશીલ જાતિની હોવી જોઈએ.
કોને લાભ મળે
- ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- યોગ્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- ગુજરાતનો ડોમિસાઇલ/રહેઠાણનો પુરાવો
- વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
- માતા-પિતાનું આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
આ પોસ્ટ પણ વાંચો: PM Surya Ghar Yojana 2024 । પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટ સુધી મળશે.
કેવી રીતે અરજી કરવી ?
- ગુજરાત સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીઓ લાભ મેળવવા માટે ક્યાંય અરજી કરવાની હોતી નથી.
- વિદ્યાર્થીને જ્યાં અભ્યાસ કરે છે ત્યાંના શાળા આચાર્ય યોગ્ય પાત્રતા ધરાવતી કન્યાઓની લાભાર્થી ની યાદી તૈયાર કરે છે.
- તેના પછી શાળાના આચાર્ય ગુજરાત સરકારની (dogital gujarat portal) ડિજિટલ ગુજરાત પોર્ટલમાં યોગ્ય પાત્રતા ધરાવતી વિદ્યાર્થીઓની યાદી અપલોડ કરે છે.
- પાત્ર લાભાર્થીની ભલામણ માટે અરજીઓ પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તપાસવામાં આવે છે.
- ચકાસી થઈ ગયા બાદ લાભાર્થી વિદ્યાર્થીનીઓ માટે મફતમાં સાયકલ માટે વાઉચર જનરેટ કરી અને તેનું વિતરણ કરવામાં આવે છે.
- અને પછી મફત સાઈકલ મેળવવા માટે લાભાર્થીને મળેલ વાઉચર ઓફિસિયલ સાઇકલ ડીલર ની મુલાકાત લેવાની હોય છે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વધુ માહિતી માટે ગુજરાત હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો.
079-23253229, 079-23253235