Vridha Pension Yojana 2024: વૃદ્ધોને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય,અહીંથી ફોર્મ ભરો

Vridha Pension Yojana 2024: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

Vridha Pension Yojana 2024

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
વેબસાઇટsje.gujarat.gov.in
આ પોસ્ટ પણ વાંચો:   July Ration Card List 2024 : New list of ration cards has been released, add your name in the list from here

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2024

ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે.

વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ

60 થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના હેઠળ 50 % સુધી સબસીડી મેળવો, તમામ માહિતી

આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.

સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat RTE Admission 2024-25 | RTE ધોરણ 1માં મફત પ્રવેશ RTE online apply std 1 form now @rte.orpgujarat.com

પાત્રતા ધોરણો

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.

વૃદ્ધ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

  • ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ

અરજી કેવી રીતે કરવી?

  • તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
  • તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.

મહત્વપૂર્ણ લીંક

ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment