Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Bank of Baroda Recruitment

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.bankofbaroda.in/

પોસ્ટનું નામ:

બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ તથા વાયરમેન/માળીના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   College Junior Clerk Recruitment: ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
વાયરમેન/માળીધોરણ-07 પાસ
ઓફિસ આસિસ્ટન્ટસ્નાતક

અરજી ફી:

બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   AMC New Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર

વયમર્યાદા:

BOBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 22 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   NIMHANS Recruitment 2024: સરકારી વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહીત 160+જગ્યાઓ પર ભરતી

પસંદગી પ્રક્રિયા:

BOB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પગારધોરણ:

આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તેમને કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
વાયરમેન/માળીરૂપિયા 7,500
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 14,000

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 23 માર્ચ 2024 છે. અરજી કરવાનું સરનામું – નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001 છે.

જરૂરી તારીખો:

  • ભરતીની નોટિફિકેશન : 11 માર્ચ 2024
  • ભરતીના ફોર્મ : 11 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 23 માર્ચ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment