આદિજાતિ વિકાસ માટે લેપટોપ સહાય યોજના ફોર્મ, ડોકયુમેંટ, અરજી પ્રક્રિયા | Laptop Sahay Yojana In Gujarat 2024

Laptop Sahay Yojana In Gujarat 2024: ગુજરાત આદિજાતિ લોકો પાસે ધંધો કરવા ના હેતુથી લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવા માટે પૂરતાં પૈસા નથી અને જેઓ લેપટોપ નથી ખરીદી શકતા તેમના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે તો તેના વિશે આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું. તો લાસ્ટ સુધી આર્ટિકલ વાંચજો.

આ યોજના થકી ગુજરાત ના ST કેટેગરીના લોકોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧,૫૦,૦૦૦ ની રકમ લેપટોપ ખરીદવા મળે છે. આ રકમથી લોકો સારી કવોલિટી અને ગુણવત્તા વાળું લેપટોપ ખરીદી શકે છે. તેમજ તેઓ પણ વ્યવસાય ક્ષેત્રે ટોચ લેવલની સિદ્ધિ પ્રાપ્ત કરે તેના લીધે આ લોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

લેપટોપ/કમ્પ્યુટર સહાય યોજના | Laptop Sahay Yojana

યોજનાનું નામ

લેપટોપ/કોમ્પ્યુટર સહાય યોજના

કોના દ્વારા શરૂ કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા

વિભાગ

આદિજાતિ વિકાસ નિગમ

લાભાર્થી

અનુસૂચિત જનજાતિના લોકો

મળવાપાત્ર સહાય

લેપટોપ ની ખરીદી માટે ૧,૫૦,૦૦૦ લોન સહાય

સત્તાવાર વેબસાઇટ

aadijatinigm.com

હેલ્પલાઈન નંબર

૦૭૯-૨૨૭૭૩૩૦૪

યોજના નો હેતુ

આ યોજના નો મૂળ હેતુ એ છે કે પછાત અને અંતરિયાલ વર્ગના લોકો લોન સ્વરૂપે સહાય થી લેપટોપ/કોમ્પ્યુટર ખરીદી શકે તેમજ તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે ટોચ લેવલે પહોંચે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર નો મુખ્ય ધ્યેય આર્થિક રીતે મદદ કરવાનો છે.

આ પોસ્ટ પણ વાંચો:  PM Gramin Awaas Yojana 2025 : પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના ફોર્મ ભરવાનું શરુ

લેપટોપ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

લેપટોપ/કોમ્પ્યુટર સહાય અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • આદિજાતિ લોકો ને લેપટોપ ખરીદવા માટે ૧,૫૦,૦૦૦ ની મર્યાદા માં લોન મળવાપાત્ર થશે.
  • કુલ ધિરાણ ના 10% અરજદારે ચૂકવવાના રહશે.
  • વાર્ષિક 4% વ્યાજ તેમજ જો હફતો ચુકી જાય તો તેના 2% અલગ થી ચુકવવાના રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:  તબેલા લોન યોજના 2024 : તબેલો બનાવવા માટે સરકાર દ્વારા અપાઇ છે 4 લાખની લોન, જાણો વધુ માહિતી

કમ્પ્યુટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • અરજદાર નું આધારકાર્ડ
  • ST કેટેગરી અંગેનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • રેશન કાર્ડ
  • પાસપોર્ટ ફોટો
  • બેન્ક પાસબુક
  • જો દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર

લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Laptop Sahay Yojana Online Application

  • સૌ પ્રથમ આદિજાતિની ઓફિશ્યિલ વેબસાઈટ aadijatinigm.com ખોલો.
  • ત્યાર પછી હોમે પેજ પર “Apply For Loan” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “GTDC” નામનું નવું પેજ ઓપન થશે.
  • જો તમે પ્રથમ વખત અરજી કરતા હોય તો “New Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગીન id બનાવ્યા બાદ id અને password નાખીને લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી “My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Apply Now” પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ જોવા મળશે તેમાં “Self Employment” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી શરતોને વાંચી “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે બધી જ વિગતો ભરીને છેલ્લે સબમિટ કરવાનું રહેશે.
  • સબમિટ કર્યા પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

Laptop Sahay Yojana Gujarat 2024 | લેપટોપ સહાય યોજના 2024, અહીંથી અરજી પ્રક્રિયા જુઓ

One Student One Laptop Yojana : તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળશે, અહીંયા અરજી કરો

Leave a Comment