Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી તમે પણ કમાણી કરી શકો છો. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Work From Home Jobs 2024
સંસ્થા | રાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલય |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 10 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ncs.gov.in/ |
પોસ્ટનુ નામ
રાષ્ટ્રીય કારકિર્દી સેવા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર – વર્ક ફ્રોમ હોમના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કુલ 62 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
NCSની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 14,999 થી 15,000 સુધી પગાર ચુકવવામાં આવશે.
શેક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ટાઈપીંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારે અઠવાડિયામાં સોમવારથી લઈ શુક્રવાર સુધી દરરોજ 8 કલાક કામ કરવાનું રહેશે.
વયમર્યાદા
નેશનલ કરિયર સર્વિસની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.
મહત્વની તારીખ
રાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલયની આ ભરતીની નોટિફિકેશન 17 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 17 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |